ગુજરાત પોલીસ લોકરક્ષક ભરતી બોર્ડ (LRB) દ્વારા પોલીસ કોન્સ્ટેબલ (લોકરક્ષક) માટેની ભરતી યોજાય છે, જે 12 પાસ ઉમેદવારો માટે રાજ્ય પોલીસ દળમાં જોડાવાનું એક ઉત્તમ અવસર છે. આ અત્યંત સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવવા માટે અભ્યાસક્રમ અને નવીનતમ Exam પેટર્નની સંપૂર્ણ સમજ સૌથી પ્રથમ અને મહત્વપૂર્ણ પગલું છે. પસંદગી પ્રક્રિયામાં શારીરિક કાર્યક્ષમતા પરીક્ષા (PET) પછી લેખિત પરીક્ષા લેવામાં આવે છે, જેમાં અંતિમ મેરિટ યાદી લેખિત પરીક્ષાના ગુણોના આધારે બનાવવામાં આવે છે.
આ માર્ગદર્શિકા તમને ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા 2025 માટે તમામ તબક્કાઓનો સંપૂર્ણ અભ્યાસક્રમ અને વિગતવાર પરીક્ષા બંધારણ સમજાવવામાં મદદ કરશે, જેથી તમે જીત માટેની અસરકારક તૈયારીની રણનીતિ બનાવી શકો.
ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ 2025: પરીક્ષા સમીક્ષા અને પરીક્ષા પેટર્ન :
ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની પસંદગી પ્રક્રિયા બે તબક્કામાં પૂર્ણ થાય છે. પ્રથમ તબક્કામાં લેવામાં આવતી શારીરિક પરીક્ષા માત્ર લાયકાત આધારીત (ક્વૉલિફાઈંગ) હોય છે. અંતિમ મેરિટ યાદી લેખિત પરીક્ષામાં મેળવેલા ગુણોના આધારે તૈયાર કરવામાં આવે છે.
તબક્કો I: શારીરિક માપદંડ – માત્ર લાયકાત આધારિત તબક્કો
આ પહેલું સ્ક્રીનિંગ તબક્કો છે. ઉમેદવારોએ લેખિત પરીક્ષા માટે પાત્ર બનવા માટે આ પરીક્ષામાં લાયકાત મેળવવી ફરજિયાત છે.
| ઉમેદવારનો પ્રકાર | દોડ માટેનું ધોરણ |
| પુરુષ ઉમેદવારો | 5000 મીટર – 25 મિનિટ |
| મહિલા ઉમેદવારો | 1600 મીટર – 9 મિનિટ 30 સેકન્ડ |
| ભૂતપૂર્વ સૈનિકો | 2400 મીટર – 12 મિનિટ 30 સેકન્ડ |
તબક્કો II: લેખિત પરીક્ષા પેટર્ન (મેરિટ નક્કી કરનાર તબક્કો)
PET/PST માં લાયકાત મેળવનારા ઉમેદવારો OMR આધારિત લેખિત પરીક્ષા આપવા પાત્ર બને છે.
ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા પેટર્ન :
| સમય અવધિ | 3 કલાક |
| પરીક્ષા | ઑફલાઇન |
| પ્રશ્નોની સંખ્યા | 200 |
| કુલ અંક | 200 |
| પ્રશ્નનો પ્રકાર | ઓબ્જેક્ટિવ |
| ભાષા | ગુજરાતી |
| ઋણાત્મક અંકન | -0.25 |
ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અભ્યાસક્રમ :
| વિષય | પ્રશ્નો | ગુણ |
| ભાગ A : | ||
| તર્ક અને ડેટા અર્થઘટન | 30 | 30 |
| માત્રાત્મક યોગ્યતા | 30 | 30 |
| ગુજરાતી ભાષા | 20 | 20 |
| ભાગ B : | ||
| ભારતનું બંધારણ | 30 | 30 |
| વર્તમાન બાબતો, વિજ્ઞાન અને ટેકનોલોજી, સામાન્ય જ્ઞાન | 40 | 40 |
| ગુજરાત અને ભારતનો ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ | 50 | 50 |
| કુલ | 200 | 200 |
લેખિત પરીક્ષાનું ગુણાંકન પદ્ધતિ:
- સાચો જવાબ: +1 ગુણ
- ખોટો જવાબ: -0.25 ગુણ (ઋણાત્મક અંકન)
- કુલ સમય: 3 કલાક (180 મિનિટ)
- PART Aમાં ઓછામાં ઓછા 40% ગુણ ફરજિયાત (32 ગુણ)
વિગતવાર વિષયવાર અભ્યાસક્રમ :
ભાગ A :
| રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન | વર્બલ રીઝનિંગ: સમાનતા (Analogy), વર્ગીકરણ (Classification), શ્રેણી (Series), કોડિંગ–ડેકોડિંગ, બ્લડ રિલેશન, દિશા જ્ઞાન, વેન ડાયાગ્રામ, સિલૉજિઝમ, બેઠક વ્યવસ્થા (Seating Arrangement) નૉન-વર્બલ રીઝનિંગ: આકારોની શ્રેણી, મિરર ઈમેજ, વોટર ઈમેજ ડેટા ઇન્ટરપ્રિટેશન: બાર ગ્રાફ, પાઈ ચાર્ટ, ટેબલ્સ |
| ક્વૉન્ટિટેટિવ એપ્ટિટ્યુડ | નંબર સિસ્ટમ, HCF & LCM, સરળીકરણ, સરેરાશ ટકાવારી, નફો–નુકસાન, સરળ અને ચક્રવૃદ્ધિ વ્યાજ અનુપાત–પ્રમાણ, સમય–કામ, સમય–વેગ–અંતર આધારીય મેન્યુરેશન (ક્ષેત્રફળ અને ઘનફળ) |
| ગુજરાતી ભાષા | ફકરા આધારિત પ્રશ્ન |
ભાગ B :
| ભારતનું બંધારણ | બંધારણની મુખ્ય વિશેષતાઓ, પ્રસ્તાવના, નાગરિકોના હક અને ફરજો, રાજ્યની માર્ગદર્શક સૂચનાઓ, મૂળભૂત અધિકારો, બંધારણની રચના, વિષય–વાઈઝ અનુસૂચિઓ, સંસદની રચના અને કાર્ય, રાજ્યવિધાનસભા, ન્યાયપાલિકાની રચના, રાષ્ટ્રપતિ–ઉપરાષ્ટ્રપતિ–પ્રધાનમંત્રી–રાજ્યપાલની ભૂમિકા |
| વર્તમાન બાબતો, વિજ્ઞાન અને ટેકનોલોજી, સામાન્ય જ્ઞાન | રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કરંટ અફેર્સ, ભારતના મહત્વના કાર્યક્રમો, પુરસ્કારો અને સન્માન, અર્થવ્યવસ્થા, રમતગમત સમાચાર, મહત્વની વૈજ્ઞાનિક શોધો અને ટેકનોલોજીકલ વિકાસ, કમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન, ISRO–DRDO–IT ક્ષેત્રની પ્રગતિ, પર્યાવરણ સહિતની સામાન્ય જાણકારી |
| ગુજરાત અને ભારતનો ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ | પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક ભારતનો ઇતિહાસ, સ્વતંત્રતા સંગ્રામ, ગુજરાતનો ઇતિહાસ, લોકસંસ્કૃતિ, પરંપરા અને વારસો, મહત્વના તહેવારો, ધર્મસ્થળો, ગુજરાત અને ભારતનો ભૂગોળ, નદીઓ, પર્વતો, હવામાન, કૃષિ, કુદરતી સંપત્તિ, જિલ્લાવાર માહિતીઓ |
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs):
1. ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2025 માટે શૈક્ષણિક લાયકાત શું છે?
ઉમેદવારે માન્ય બોર્ડમાંથી ઓછામાં ઓછું 12 પાસ હોવું જરૂરી છે.
2. પસંદગી પ્રક્રિયામાં કેટલા તબક્કા છે?
પસંદગી પ્રક્રિયા બે તબક્કામાં થાય છે:
- PET/PST (શારીરિક પરીક્ષા) – ક્વૉલિફાઈંગ
- લેખિત પરીક્ષા – અંતિમ મેરિટ અહીંથી નક્કી થાય છે.
3. લેખિત પરીક્ષા કુલ કેટલા ગુણની છે?
લેખિત પરીક્ષા 200 ગુણોની હોય છે.
4. લેખિત પરીક્ષા માટે કેટલો સમય મળે છે?
લેખિત પરીક્ષા માટે ઉમેદવારને 2 કલાક (120 મિનિટ) મળે છે.
5. શું નેગેટિવ માર્કિંગ છે?
હા, દરેક ખોટા જવાબ માટે -0.25 ગુણ કાપવામાં આવશે.
6. લેખિત પરીક્ષામાં લાયકાત ગુણ કેટલા છે?
ઉમેદવારે ઓછામાં ઓછા 40% ગુણ મેળવવા જરૂરી છે.
7. પરીક્ષા કઈ ભાષામાં લેવામાં આવે છે?
લેખિત પરીક્ષા ગુજરાતી ભાષામાં લેવામાં આવશે.
8. શું પરીક્ષા ઑનલાઇન છે કે ઑફલાઇન?
પરીક્ષા OMR આધારિત ઑફલાઇન મોડમાં આવે છે.
9. PET માં પુરુષ ઉમેદવાર માટે દોડનું ધોરણ શું છે?
પુરુષ ઉમેદવારે 5000 મીટર – 25 મિનિટમાં પૂર્ણ કરવું પડે છે.
10. PET માં મહિલા ઉમેદવાર માટે દોડનું ધોરણ શું છે?
મહિલા ઉમેદવારે 1600 મીટર – 9 મિનિટ 30 સેકન્ડમાં દોડ પૂર્ણ કરવી પડે છે.
11. ભૂતપૂર્વ સૈનિકો માટે PET ધોરણ શું છે?
ભૂતપૂર્વ સૈનિક માટે 2400 મીટર – 12 મિનિટ 30 સેકન્ડ.
12. ઉંમર મર્યાદા કેટલી છે?
સામાન્ય રીતે ઉંમર મર્યાદા 18 થી 33 વર્ષ, પરંતુ કેટેગરી પ્રમાણે છૂટછાટ મળે છે (સરકારી નિયમ પ્રમાણે).
13. અરજી પ્રક્રિયા કેવી છે?
ઉમેદવારોએ ઓનલાઇન અરજી OJAS પોર્ટલ મારફતે ભરવાની રહે છે.
14. અભ્યાસક્રમમાં મુખ્ય વિષયો કયા છે?
રીઝનિંગ, ક્વૉન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ, ગુજરાતી ભાષા, બંધારણ, સામાન્ય જ્ઞાન, ઇતિહાસ–ભૂગોળ વગેરે.
15. મેરિટ લિસ્ટ કયાં આધારિત બને છે?
અંતિમ મેરિટ લેખિત પરીક્ષાના ગુણો પર આધારિત બને છે.